હિંમતનગર: નગરપાલિકાનું દબાણ હટાવો અભિયાન, ઉમાશંકર જોશી બ્રિજની આજુબાજુના દબાણો હટાવાયા
હિંમતનગર નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી હિંમતનગર નગરપાલિકાની ટીમો ઉમાશંકર જોશી બ્રીજની પાસે પહોંચી હતી અને તેની બાજુમાં કરાયેલા દબાણો હટાવ્યા હતા. સવારે 11:00 કલાક થી નગરપાલિકા યા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી ત્યારે કેટલીક જગ્યાએ રજક થયું હોવાના પણ દાખલા સામે આવ્યા હતા આમ છતાં નગરપાલિકાની ટીમો એ જે ગેરકાયદેસર દબાણ હતા તે હટાવી અને કેટલોક સામાન ટ્રેકટરમાં રવાના કર્યો હતો