આશાપુરી નગરમાંથી ઝડપાયો વિદેશી દારૂ
"વાઘોડીયા રોડ પર આવેલા આશાપુરી નગર ખાતે આશાપુરી મંદિર પાછળના જર્જરિત મકાનમાં ભાવેશ ચૌહાણે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને રાખ્યો છે અને હાલ ત્યાં અજય વસાવા નામનો ઇસમ હાજર છે, તેમજ બાજુના અન્ય બંધ મકાનમાં પણ દારૂ છુપાવવામાં આવ્યો છે." આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મકાનમાંથી વિદેશી દારૂની બોટલો અને ટીન નંગ ૨,૩૩૦ (કિંમત રૂ. ૧૧,૧૧,૦૫૦/-) તેમજ એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૧૧,૧૬,૦૫૦/- નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી અજય મહેશભાઈ વસાવા (રહે. આશાપુરી નગર, વાઘોડીયા રોડ) ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ભાવેશ જશવંતસિંહ ચૌહાણ (રહે. આશાપુરી નગર) પકડાઈ ન શકતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
#factfindernews #PCB #arrestedvadodara #prohibition #crime