ગોધરા: ગોધરા નજીક ભાટપુરા પાસે ભયાનક અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનાં કરૂણ મોત, પુત્રી ગંભીર ઇજાગ્રસ્ત
ગોધરા નજીક ભાટપુરા વિસ્તારમાં મુંબઈ-દિલ્હી કોરિડોર પર થયેલા ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં. મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના હેમંતકુમાર નટવરલાલ , તેમની પત્ની કિંજલ પંડ્યા અને પુત્ર આયુષ સુરતથી વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણેના મૃત્યુ થયા. 14 વર્ષની પુત્રી જૈનીશા ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને ગોધરા સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વેજલપુર પોલીસે ઘટ