ભચાઉ: વહુ નીકળી લુટેરી દુલ્હન, સસરાએ ભચાઉ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી
Bhachau, Kutch | Apr 3, 2026 આમરડી ગામનો મનીષ લુહાર નામના યુવકે 2 લાખ રૂપિયા રોકડા આપીને અમદાવાદની યુવતી સોનલ ઊર્ફે સોનિયા જોડે લગ્ન કર્યા હતા. લગ્નના બે દિવસ બાદ મનીષને માલૂમ પડ્યું કે, તેની વહુ લુટેરી દુલ્હન છે. આમરડીની નજીક આવેલ ચોપડવા ગામના મહેશ પરમાર નામના યુવક જોડે 2.10 લાખ રૂપિયા લઈને સોનલે લગ્ન કર્યા હતા. સોનલે ચોપડવા ગામના મહેશ પરમાર જોડે લગ્ન કરીને કહેલું કે, મારે માતાજીનું કામ છે એટલે હું પિયર જાઉં છું તેમ કહીને સોનલ ફરાર થઈ ગઈ હતી.