વડોદરા: પોર પાસે વડોદરાથી ભરૂચ જતા રસ્તાની ખખડધજ હાલત,ટ્રાફિકજામથી ચાલકોને મુશ્કેલી
વડોદરા : વડોદરથી ભરૂચ તરફ જતા માર્ગે વચ્ચે પોર ગામ આવે છે. ત્યાંથી થઈને હાઈવે 48 અને નીચેથી જૂનો હાઈવે નંબર 8નો રોડ પસાર થાય છે.જોકે હાલ આ બંને રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને અહીંથી પસાર થવું રોજની સજારૂપ બન્યું છે.જૂનો ને.હાઈવે નં.8નો નાનો ભાગ જે નદીની ઉપર થઈને નેશનલ હાઈવે 48ને જોડે છે. જ્યાં રસ્તો તદ્દન બિસ્માર બન્યો છે.મોટા મોટા ખાડા પડી ગયા છે કે, કેટલીક ગાડીઓ ફસાઈ જાય છે.ત્યારે,વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.