અંકલેશ્વર: અંકલેશ્વર કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા અંસાર માર્કેટ પાસે મુંબઈથી માતાના મઢ જતા માઈ ભક્તો માટે કેમ્પ શરૂ કરાયો
મુંબઈથી 1500 જેટલા યુવાનો સાઇકલ યાત્રા ખેડી કચ્છમાં આવેલ મઢવાડી આશાપુરા માતાના દર્શન માટે નીકળ્યા છે.જે સાઇકલ યાત્રીઓને અગવડ નહીં પડે તે માટે અંકલેશ્વર કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા અંસાર માર્કેટ પાસે મુંબઈથી માતાના મઢ જતા માઈ ભક્તો માટે કેમ્પ શરૂ કરાયો છે.જે કેમ્પમાં જમવાથી લઈને સાઇકલ સર્વિસ, તેમજ આરામ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી કરવામાં આવે છે.