ગોધરા: પંચમહાલમાં પોક્સો કેસમાં કડક સજા : આરોપીને 20 વર્ષની સખત કેદ
પંચમહાલ જિલ્લામાં પોક્સો કેસમાં ગોધરાની વિશેષ કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 15 વર્ષની સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરનાર આરોપી રસીદભાઈ નરવતભાઈ હરિજનને 20 વર્ષની સખત કેદ અને રૂ. 50,000 દંડની સજા ફટકારાઈ છે. આરોપીએ સગીરાને ફોસલાવી વાલીપણામાંથી દૂર લઈ જઈ ગુન્હો કર્યો હતો. પોલીસે કેસ નોંધાવી તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સાક્ષીઓ અને તબીબી પુરાવાના આધારે કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી કડક સજા સંભળાવી છે.