ભાવનગર શહેર: કુંભારવાડામાં પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર પાઈપ વડે હુમલો કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં જૂના મનદુઃખમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદી જુનેદભાઈ ખ્વાજાના મિત્રની પત્ની સાથે આરોપી અરમાન મલેકને પ્રેમ સંબંધ હોવાની જાણ જુનેદભાઈએ તેના મિત્રને કરી હતી, જેની અદાવત રાખીને આરોપી અરમાન મલેક, અમન અને નૂરદીન ઉર્ફે ભુજીએ જુનેદભાઈને ઘરની બહાર બોલાવી લોખંડના પાઈપ તેમજ ઈંટો વડે બેફામ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા.