ગોધરા: શહેરમા વરસાદના વિરામથી ખાતરના બજારો સૂમસામ, ડેપોમાં 5 હજાર ટનથી વધુ યુરિયાનો જથ્થો સ્ટોકમાં
એક તરફ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મૂકાયા છે, ત્યારે બીજી તરફ તેની સીધી અસર ખાતરના બજારો પર જોવા મળી રહી છે. વરસાદના અભાવે હાલ જિલ્લા અને તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપો સાવ સુમસામ ભાસી રહ્યા છે. સામાન્ય રીતે આ દિવસોમાં જ્યાં ખાતર બિયારણ ખરીદી માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યાં અત્યારે એકલ-દોકલ લોકો જ નજરે પડી રહ્યા છે. જો કે, ખાતરની અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ રાખવામાં આવી છે. હાલ જિલ્લા અને તાલુક