**ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે દાહોદમાં યુવા સભા યોજાઈ**
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે 13 નવેમ્બર 2026ના રોજ દાહોદના આદિજાતિ ભવન ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભામાં રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતીક છે. અંગ્રેજ શાસન સામે લડત આપી તેમણે આદિવાસી સમાજના અધિકારો, પરંપરાઓ અને સાંસ્કૃતિક ઓળખના જતન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
તેમણે યુવાનોને ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈ શિક્ષણ, સામાજિક જાગૃતિ, સાંસ્કૃતિક વારસાના જતન અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું