વલસાડ જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર નજીક દમણગંગા નદી પટમાં ગેરકાયદે રેતી ખનન બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર અને સર્વેયરની ટીમે આસલોણા ગામની નજીક ઓચિંતી તપાસ કરતા નદીમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન થતું જણાયું હતું.