વાડજમાં મ્યુલ એકાઉન્ટનું મોટું કૌભાડ ઝડપાયું..અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઈ. શુક્રવારે 2 કલાકે પોલિસે જણાવ્યું કે, જરૂરિયાતમંદ લોકોના નામે ખાતા ખોલાવી 10,000 કમિશન આપી આ ખાતાનો ઉપયોગ ગેમિંગ અને છેતરપિંડીના નાણાની હેરાફેરી કરતી ગેંગને ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચે યુવક અને યુવતીની ધરપકડ કરી છે. જ્યારે કુલ 23 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.