આહવા: આહવા ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક' નું લોકાર્પણ
Ahwa, The Dangs | Oct 22, 2026 ડાંગના આહવા ખાતે શહીદ સ્મારક પરિસરમાં 'વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક' નું અનાવરણ કરાયું. સાંસદ ધવલભાઈ પટેલ અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહીદોના સ્મરણાર્થે અને વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા-સુશાસન કાર્યકાળના ઉપલક્ષ્યમાં આ ચોક ખુલ્લો મુકાયો છે.