ગોધરા: ગોધરા તાલુકાના મોદીના મુવાડા ગામ નજીકથી ૧૫૦ કિલો ગૌવંશના અવશેષો મળી આવ્યા: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
ગોધરા તાલુકાના મોદીના મુવાડા ગામ નજીક ટી.બી. હોસ્પિટલ પાસે નીલગીરીના ઝાડોમાંથી ૧૫૦ કિલોગ્રામ ગૌવંશના કતલ કરાયેલા અવશેષો મળી આવ્યા છે. ગોધરા તાલુકા પોલીસની રેડ દરમિયાન ગાયોના કપાયેલા માથા, માસ, આંતરડા અને ચામડા સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અજાણ્યા ઈસમે અન્ય સ્થળે કતલ કરી બાકીના અવશેષો અહીં ખુલ્લામાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ફરાર આર