ગોધરા: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10 વધારો: પંચમહાલ ડેરીનો નિર્ણય, ૧ જૂન ૨૦૨૬ થી અમલ, અઢી લાખ પશુપાલકોને લાભ
પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે,પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ ત્રણેય જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉનાળાની આકરી પરિસ્થિતિ અને પશુપાલકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેર