ગોધરા: તાલુકાના દહીકોટ ગામે સગીરા અને યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવા મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગોધરા તાલુકાના દહીકોટ ગામ નજીક એક સગીરા અને યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ૧૭ વર્ષની દીકરી અને ૨૨ વર્ષીય યુવકે અજ્ઞાત કારણોસર દહીકોટ-ચેનપુર રોડ પાસે બાવળના ઝાડ સાથે દોરડું બાંધી આ પગલું ભર્યું હતું. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતક સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના ૧૬ મેની રાત્રિથી ૧૭ મેની સવાર દરમિયાન બની હોવાનું