રાજકોટ: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપી સગીરને તાલીબાની સજા આપનાર સામે ફરિયાદ, પોલીસ કમિશ્નર દ્વારા યોગ્ય પગલાં લેવાની ખાતરી
Rajkot, Rajkot | Oct 6, 2025 ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરને તાલીબાની સજા આપવાના વાયરલ થયેલ વિડીયો મુદ્દે મુસ્લિમ આગેવાન અફઝલ રાઉમાએ આજે સાંજે 7:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ તેમજ ભોગ બનનારના પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. અને પોલીસ કમિશ્નરે પણ આ મામલે તાકીદ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.