થરાદમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. મુખ્ય બજાર વિસ્તારમાં રસ્તા ઉપર અને જાહેર જગ્યાઓમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકાએ કડક વલણ અપનાવી દુકાનદારોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.થરાદ શહેરમાં ટ્રાફિકની અવરજવર સરળ બને અને જાહેર માર્ગો ખુલ્લા રહે તે હેતુથી નગરપાલિકા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.