પાલીતાણા: તાર ફેન્સીંગ યોજનાની કામગીરીની તારીખ લંબાવવા માટે ધારાસભ્ય કૃષિમંત્રીને રજૂઆત કરી
પાલીતાણા તાલુકા સહિત વિવિધ વિસ્તારના ખેડૂતોને તાર ફેન્સીંગ યોજના ની કામગીરીમાં રજીસ્ટ્રેશન અરજી કરવાની બાકી હોય જેથી ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા ખેડૂતોના પ્રશ્નો મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરવામાં આવી છે અને તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે