ગોધરા: પંચમહાલ જિલ્લામાં તા.૨૮ જૂનથી પલ્સ પોલિયો અભિયાન: કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
પંચમહાલ જિલ્લામાં ૨૮ જૂનથી શરૂ થઈ રહેલા પલ્સ પોલિયો અભિયાનના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને સેવાસદન ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને ચોક્કસ માઇક્રો-પ્લાનિંગ કરવા અને જિલ્લાનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા ખાસ સૂચના આપી હતી. આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય સહિતના તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા તેમજ લોકોમાં જરૂરી જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામ