ગોધરા: ગોધરા તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ગુમ થયેલા 7 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા
ગોધરા તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ગુમ થયેલા 7 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા,"તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત ગોધરા તાલુકા પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. કેન્દ્ર સરકારના 'સંચાર સાથી' પોર્ટલ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે, ગોધરા તાલુકા પોલીસ ટીમે ટેકનિકલ સોર્સ અને સઘન તપાસની મદદથી ગુમ થયેલા કુલ 7 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. પરત મેળવવામાં આવેલા આ તમામ મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂપિયા 1.25 લાખ જ