ભુજ: ઝુરા ગામની ગોશાળામાં દોઢ ડઝન ગાયોના મોતથી અરેરાટી
Bhuj, Kutch | May 10, 2026 ભુજ તાલુકાના ઝુરા ગામ સ્થિત ઓધવ હરિ ગોશાળામાં દોઢ ડઝન જેટલી ગાયોના અચાનક મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ચરવા ગયેલી ગાયોએ એરંડાના પાન ખાધા હોવાના કારણે ઝેરી અસર થતાં ગાયો ટપોટપ મૃત્યુ પામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે ગામલોકો અને ગૌપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. પશુપાલન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.