ભુજ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામે યોજાયેલી રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો
Bhuj, Kutch | May 9, 2026 કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામે યોજાયેલી રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વર્ષાજળ સંગ્રહ, વ્યસનમુક્તિ, પ્રાકૃતિક ખેતી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને ગામને સ્વચ્છ રાખવા, વૃક્ષોનું જતન કરવા તથા વ્યસનોથી દૂર રહી સ્વસ્થ જીવન અપનાવવા અપીલ કરી હતી. સાથે જ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અને