રાપર: રાપરમાં આંગણવાડી કાર્યકરોની બેઠકમાં વિવિધ આક્ષેપો કરાયા
Rapar, Kutch | Oct 15, 2025 કોઈપણ નોટિસ આપ્યા વગર પગાર કાપી લેવો, ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ કરવું.કાર્યક્રમોનો ખર્ચ માનદ વેતન લેતા કર્મચારીઓ ઉપર ઠોકી બેસાડવો જેવા નિયમો વિરુદ્ધ લડી લેવા માટે રાપર ખાતે ભારતીય મજદૂર સંઘની ગતરોજ સવારે 11 ના અરસામાં બેઠક યોજાઇ હતી.આગામી 10 નવેમ્બરના અમદાવાદ ખાતે યોજાનારી આક્રોશ રેલીમાં જોડાવવા કચ્છના આંગણવાડી કાર્યકરોને હાકલ કરાઈ હતી