અંજાર: વરસાણા હાઈવે પર સ્કોર્પિયોએ કારને ટક્કર મારતા કાર પલ્ટી મારીને બ્રિજ સાથે અથડાઈને ઊંધી વળી ગઈ જાણો પછી શું થયું
Anjar, Kutch | Oct 13, 2025 આજરોજ સાંજના અંજાર-વરસાણા હાઈવે પર રોંગ સાઈડમાં આવતી સ્કોર્પિયો કારે સામેથી આવતી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં કાર પલ્ટી મારીને બ્રિજ સાથે અથડાઈને ઊંધી વળી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. સદભાગ્યે કારના ડ્રાઈવરનો ચમત્કારી રીતે આબાદ બચાવ થયો હતો. પોલીસે આ મામલે અકસ્માતની નોંધ લઈને કાયદેસરની તપાસ શરૂ કરી છે.