આજે તારીખ 2જી માર્ચના બપોરના 3 કલાકના અરસામાં ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડીયાવાસમાં રહેતા નીતેષભાઈ ક્રીપાલભાઈ પરમારના રહેણાંકી મકાન (છાપરા) પર પોલીસે રેઇડ પાડી હતી. આ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ના ૨૮ ચપટા જેની કિંમત રૂા. ૭,૩૯૨ મળી આવ્યા હતા. પોલીસ રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.