અમદાવાદ શહેર: ધોરણ 10નું ઐતિહાસિક 83.86% પરિણામ:અમદાવાદ શહેર કરતા ગ્રામ્ય આગળ, વિદ્યાર્થીઓએ ગરબા રમી ઉજવણી કરી
ધોરણ 10નું ઐતિહાસિક 83.86% પરિણામ:અમદાવાદ શહેર કરતા ગ્રામ્ય આગળ, વિદ્યાર્થીઓએ ગરબા રમી ઉજવણી કરી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી ઊંચું 83.86 ટકા પરિણામ નોંધાયું છે. પરિણામમાં આ વર્ષે પણ દીકરીઓએ બાજી મારી છે. અમદાવાદમાં સારા પરિણામને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ગરબા