ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાએ રાજ્યની તમામ મનપા માટે પાલજ IIT ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું
ગાંધીનગર મહાનગરપાલિકાએ રાજ્યની તમામ મનપા માટે પાલજ IIT ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ટુર્નામેન્ટ ની મુલાકાત લીધી હતી. આ આયોજનમાં 6 મહાનગરપાલિકાના મેયર તથા 8 કોર્પોરેશન કમિશનરો મળી કુલ 14 ટીમો ભાગ લઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના પાલજ આઇઆઇટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું છે. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું ગાંધીનગર મનપાએ આયોજન કર્યું છે.