ગાંધીનગર: ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાલજ IIT ખાતેથી પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવા બાબતે નિવેદન આપ્યું
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાલજ IIT ખાતેથી પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવા બાબતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો પાછા ખેંચ્યા આ નિર્ણયને આવકારું છું. રાજદ્રોહ સહિત ના 14 ગંભીર કેસ પરત ખેંચ્યા. પાટીદાર અનામત આંદોલન માં 307 જેવી કલમો લગાડી કેસ કર્યા હતા. અમદાવાદ,ગાંધીનગર,મેહસાણા,અમરેલી ,સુરતમાં પણ પોલીસે કેસ કર્યા જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના કેસ પાછા ખેંચ્યા.