મહેસાણા: 776 દિવ્યાંગોને મળ્યા 1.43 કરોડના સહાયક સાધનો, સાંસદ હરિભાઈ પટેલની પહેલ
મહેસાણામાં દિવ્યાંગજનો માટે યોજાયેલ વિતરણ શિબિરમાં 776 લાભાર્થીઓને ટ્રાઇસિકલ, વ્હીલચેર અને શ્રવણયંત્ર સહિતના 1,482 સાધનો વિનામૂલ્યે અપાયા. UGVCLની CSR યોજના અને સાંસદ હરિભાઈ પટેલના પ્રયાસોથી દિવ્યાંગો આત્મનિર્ભર બનશે.