ગોધરા: કોટડા ગામે રસ્તા પરથી વૃક્ષ હટાવવાની બાબતે થયેલ હત્યાના બનાવમાં પોલીસે બંને આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી
ગોધરા તાલુકાના કાસુડી અને કોટડા ગામની સીમમાં આંતરિક રસ્તા પર વાવાઝોડાના કારણે પડી ગયેલું વૃક્ષ હટાવવાની બાબતે થયેલી તકરારમાં એક આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાસુડી ગામના નાનસિંહ અને કૌશિક બારિયા નામના બે શખ્સોએ વૃક્ષ હટાવવાનો વિરોધ કરી લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો.પોતાના ભત્રીજાઓને બચાવવા વચ્ચે પડેલા ૪૫ વર્ષીય મહાસુખભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના અંગે ગોધરા તાલુકા પોલી