આણંદ શહેર: આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલ ની બેઠક યોજાઈ
આણંદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાહન ચાલકોની સલામતી માટે જિલ્લાનાં વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરૂરી સૂચનાઓ સાથેનાં સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતાં બોર્ડ, રેડિયમ સહિતનાં સૂચન કર્યા હતાં. આ ઉપરાંત હાઈવે નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકો સલામતીના કારણોસર રોડ ક્રોસ ન કરે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.