ગોધરા: ગોધરાના ગઢ ગામેથી LCBનો મોટો દારૂનો જથ્થો ઝડપાયો : ટાટા ટેમ્પામાંથી ₹43.72 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો
ગોધરાના ગઢ ગામેથી LCBનો મોટો દારૂનો જથ્થો ઝડપાયો : ટાટા ટેમ્પામાંથી ₹43.72 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો,પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત સક્રિય જોવા મળી રહી છે. ગોધરા તાલુકાના ગઢ ગામે પીકઅપ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલો ટાટા ટેમ્પો ઝડપી પાડી પોલીસે ₹43.72 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ પોલીસ અધ