ગોધરા: સામલી ગામે ચૂંટણી દરમિયાન મારામારી અને ધમકીનો બનાવ બન્યો હતો, સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
ગોધરા તાલુકાના સામલી ગામે ચૂંટણી દરમિયાન મારામારી અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. અનસ એહમદ સુજેલાની ફરિયાદ મુજબ, જૂની અદાવતને કારણે શુકનભાઈ રાઉલજીએ ચૂંટણી દિવસે મતદાન કેન્દ્ર પાસે અપશબ્દો બોલી ધક્કામુક્કી કરી અને મારામારી કરી હતી. ઉપરાંત “બોગસ વોટિંગ”નો આક્ષેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાજર લોકો અને પોલીસ વચ્ચે પડતાં મામલો શાંત થયો. આ અંગે આરોપી વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.