થરાદ નગરપાલિકા વિસ્તારના બોવાડામાં ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા યથાવત રહેતા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રહીશોએ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ગટરની સફાઈ અને સમારકામ કરવાની માંગ કરી છે.