અંજાર: વર્ષામેડી સીમમાંથી પૂર્વ કચ્છ એસઓજીએ માદક પદાર્થ સાથે એક ઈસમને ઝડપ્યો
Anjar, Kutch | Sep 28, 2025 પૂર્વ કચ્છ એસ.ઓ.જી.પોલીસે "No Drugs in East Kutch Campaign" અંતર્ગત વર્ષામેડી સીમ વિસ્તારમાં એક દુકાનમાંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે.સંચાલક ભાવેશ ઉર્ફે ભેરારામ મગારામ દેવાસી પાસેથી 2.3 કિ.ગ્રા ગાંજો, 2920 ભાંગની ગોળીઓ (14.6 કિ.ગ્રા),મોબાઇલ અને અન્ય સામાન મળી રૂ.35,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો દાખલ કરી અંજાર પોલીસને સોંપાયો છે.ગાંજો આપનાર નિશાસિગ અને ભાંગ સપ્લાય કરનાર ઈસમ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે