આણંદ શહેર: લાંભવેલ રોડ પર આવેલ સ્વાગત સ્વપ્ન સોસાયટીના એક મકાનના રસોડામાં ગેસની સગડી પાસેથી ઝેરી કોબ્રા (નાગ) સાંપનુ રેસ્ક્યુ.
શુક્રવાર ના રોજ રાત્રે લાંભવેલ રોડ પર જોગણી માતાના મંદિરના પાસે આવેલ સ્વાગત સ્વપ્ન સોસાયટી સંતોષકુમાર શર્માના ઘરમાં રસોડામાં ગેસની સગડી પાસે ઝેરી કોબ્રા (નાગ) સાંપ દેખાતા ઘરમાં સભ્યો ખૂબજ ગભરાઈ ગયા હતા અને નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગર ને જાણ કરી હતી નેચર હેલ્પ ફાઉન્ડેશનના વોલેન્ટર યશ શાહ તુરંત સ્થળ પર પહોંચી કોબ્રા (નાગ) સાપનું રેસ્ક્યુ કરી અને માનવ વસાહતથી દુર કુદરતી વાતાવરણ મુક્ત કરવામાં આવ્યો હતો.