કડી: કડી દેત્રોજ રોડ પર આવેલ બલાસર નર્મદા કેનાલ પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત,એક નું મોત એક ગંભીર
Kadi, Mahesana | Nov 1, 2025 કડી દેત્રોજ રોડ પર આવેલ બલાસર ગામ નજીક ની નર્મદા કેનાલ પાસે ટેન્કર અને પલ્સર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કડી તાલુકાના ગલોદરા ગામના કૌશિક મુકેશજી ઠાકોર (ઉંમર 19 )અને આશિષ અશોકજી ઠાકોર (ઉંમર 18 )pulsar બાઈક નંબર GJ02 ED 4427 પર કડી થી પોતાના ગામ ગલોદરા જઈ રહ્યા હતા.તે દરમિયાન બલાસર ગામ નજીક પહોંચતા તેમનું બાઈક ટેન્કર નંબર GJ18 BT 7104 સાથે અથડાયું હતું.આ ભયાનક ટક્કરમાં બાઈક સવાર આશિષ અશોકજી ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.