ગોધરા: ગોધરાના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન રોડ પર વીજ ડીપીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
ગોધરાના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર આવેલી વીજ ડીપીમાં અચાનક ભીષણ આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને MGVCLની ટીમ દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાતાં સ્થાનિકોને કલાકો સુધી અસહ્ય ગરમી અને અંધારામાં રહેવું પડ્યું હતું. આ જ ડીપીમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ તંત્ર સા