વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ‘બેક ટુ નેચર’નો પવન ફૂંકાયો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે ભરાતું ‘પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ આજે ખેડૂતો માટે સમૃદ્ધિનું અને નગરજનો માટે આરોગ્યનું પ્રવેશ દ્વાર બન્યું છે.