હાલોલ નગરમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરોના આતંકે નગરજનોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.નગરના અનેક વિસ્તારોમાં મકાનોના તાળા તૂટવાના બનાવો સામે આવી રહ્યા છે,જ્યારે મધ્યરાત્રિ પછી સોસાયટીઓમાં નિર્ભિક રીતે ફરી રહેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ નગરજનોની ચિંતા વધારી રહ્યા છે.વડોદરા રોડ ઉપર સ્થિત વિઠ્ઠલ હેવન્સ સોસાયટીમાં તા.30 નવેમ્બરની રાત્રે 2 થી 3 વાગ્યાની વચગાળામાં ત્રણ તસ્કરો ફરતા હોવાના ફૂટેજ સામે આવ્યા છે.