ગોધરા: મારામારી અને રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ખંખારીયા પ્લોટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે મળેલી બાતમી મુજબ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારી અને રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે ચટ્ટુ અહેમદ મીઠા ખંખારીયા પ્લોટ વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. પેરોલ ફર્લો સ્ક્વોર્ડે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગોધ