વઢવાણ: બલદાણા ગામ નજીક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર બલદાણા ગામ નજીક પસાર થઈ રહેલા કેમિકલ ભરેલ 6ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલક ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનવા અંગે જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી જઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.