મહુવા: મહુવા ગ્રામ્ય પોલીસની કાર્યવાહી: જાહેરમાં છરી સાથે ફરતા યુવકની ધરપકડ
મહુવા ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં ગેરકાયદેસર રીતે છરી સાથે ફરતા એક યુવકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માળવાવ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વાઘનગર ગામના સુંદરનગર વિસ્તારમાં એક શંકાસ્પદ યુવકને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવક પાસેથી પરવાનગી વગર રાખવામાં આવેલી એક ધારદાર છરી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તે છરી રાખવા અંગે કોઈ