ગોધરા: ગોધરા-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત: કારનું ટાયર ફાટતાં આશાસ્પદ યુવાન ચાલકનું મૃત્યુ
ગોધરા-અમદાવાદ હાઇવે પર સર્વોદય હોટલ સામે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોધરાના ગુહ્યા મહોલ્લામાં રહેતા ૩૦ વર્ષીય અસલમ સિદ્દિકભાઇ જમાલ પોતાની મહિન્દ્રા જીનીયો ગાડી લઈને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ગાડીનું ટાયર ફાટતાં તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે ગાડી પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અસલમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં મૃતકના