ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાડવામાં મસ્ત છે, પરંતુ આ દરમ્યાન પતંગની દોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે. આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈ-બહેનો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી તથા ભાવનગર જિલ્લા વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ ટીમ કામ કરશે