ભિલોડા: શામળાજી મંદિરે ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય માં ફેરફાર.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરે આવતી રવિવારે ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવવાને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ સવારે 5 વાગ્યે મંદીર ખુલશે અને 5:45 વાગ્યે મંગળા આરતી થશે.ત્યારબાદ સાંજે 6 વાગ્યે મંદીર બંધ કરી દેવાશે.ચંદ્રગ્રહણને પગલે કરવામાં આવેલા આ બદલાવને લઈ ભક્તોને સમયસર દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.