નડિયાદ: મનપાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ અંત, ધારાસભ્ય અને કમિશનરની અધ્યક્ષતામાં મનપા ખાતે યોજાઈ બેઠક
આજરોજ નડિયાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્ની અંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલકીજી સાથે સફાઈ કામદાર યુનિયનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પડતર પ્રશ્નો અંગે નુ સુખદ સમાધાન થયું છે. જેમાં નડિયાદ મહાનગરપાલિકામાં તમામ સફાઈ કામદારોને ફુલ ડે કર્મચારી કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ તમામ સફાઈ કામદારોને ફૂલ ટાઈમ કરવામાં આવ્યા છે અને બોનસ, ESI, EPF સહિતના લાભો સાથે રૂ. 16114 જેટલું વેતન દિવાળી પહેલા