મહુવા: મહુવામાં જૂની અદાવતનો ખૂની ખેલ, યુવક પર પાઈપ અને છરીથી હુમલો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં જૂની અદાવતને લઈને એક યુવક પર જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. લોખંડના પાઈપ અને છરી વડે હુમલો થતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે પાંચ શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહુવા શહેરના ભીમરાવ સોસાયટી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ઉર્ફે કાર્ટુન મેરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત રાત્રે તેઓ પોતાના મિત્રો સાથે બુલેટ મોટરસાયકલ પર આંબેડકર ચોકથી સ્મશાન પાસે આવેલ મેલડી માતાના માંડવામાં જઈ રહ્યા