રાવલ રહેતા લાખાભાઈ કરશનભાઈ વાઘેલા સહીત ૧૨ થી વધુ લોકો બોલેરો મારફત માંગરોળ ખરખરા ના કામે જઈ રહ્યા હતા અને રાતીયા નજીક બોલેરોનું ટાયર ફાટતા તમામ લોકો ને નાનીમોટી ઈજા થઇ હતી જેમાં લાખાભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું જયારે લખમણ ભીમા ચૌહાણ,રાજશી ચનાભાઈ સોલંકી,સામત ભીખાભાઈ ચૌહાણ,બાબુભાઈ સવદાસ સોલંકી,અરજણભાઈ મસરી ભાઈ ગામી સહિતના 12 સભ્યોને ઇજા પહોચી હતી